ઈલેક્શન અપડેટ : ઉમેદવારી પત્ર તથા એફીડેવિટ ઓનલાઇન ભરવા વેબસાઇટ લોન્ચ કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ૬૫-મોરબી વિઘાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર હોય આ પેટા ચૂંટણીમાં હાલની કોરોના મહામારીને ઘ્યાને લઇ લોકો ટોળે ન વળે તે માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર તથા એફીડેવિટ(ચૂંટણી સંચાલનના નિયમો, ૧૯૬૧ સંલગ્ન ફોર્મ-૨૬)માં વ્યક્તિગત વિગતો ઓનલાઇન ભરવા માટે ચૂંટણી અઘિકારીશ્રીની કચેરી પર ન આવવુ પડે તે માટે તેઓ દ્વારા વેબસાઇટ પરથી ઉમેદવારી ફોર્મ તથા એફીડેવિટ ઓનલાઇન ભરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા (Suvidha portal) વેબસાઇટ બહાર પાડવામાં આવેલ છે.

આ સુવિઘા પોર્ટલ (Suvidha portal) http://suvidha.eci.gov.in લીંક દ્વારા ઉમેદવારો માટે ઉપલબ્ઘ રહેશે, ઉમેદવારે તે માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા મોબાઇલ નંબર તથા OTP દ્વારા લોગ-ઇન કરવાનુ રહેશે આ વેબસાઈટમાં ઓનલાઇન વિગતો ભરવાની સુવિધા અંગ્રજી તથા હિન્દી ભાષાઓમાં ઉપલબ્ઘ રહેશે. આ બાબતેની ટેકનીકલ સહાય માટે [email protected] પર ઇ-મેઇલ દ્વારા તથા ફોન નં.૦૧૧-૨૩૦૫૨૦૫૨ દ્વારા ટેકનીકલ વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકાશે, આ અંગેની માર્ગદર્શિકા Annexure “A” ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જે ચૂંટણી અઘિકારીની કચેરીએથી જાણકારી માટે મળી શકશે.

- text

Suvidha Portal દ્વારા ઉમેરદાર ઉમેદવારી પત્ર તથા એફીડેવિટ ચૂંટણી અધિકારીને ઓનલાઇન રજૂ કરી શકશે તથા ડીપોઝીટ પણ ભરી શકશે તેમ મોરબી જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર જે.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text