ઈલેક્શન અપડેટ : ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃતિની ફરિયાદ કરવા CVigil એપની સુવિધા અપાઈ

- text


મોરબી : ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો તે અંગે ચૂંટણી પંચ ને ફરિયાદ કરવા ચૂંટણી પંચ દ્વારા CVigil નામની એપ્લીકેશન સુવિધા આપવામાં આવેલ છે.

C-Vigil (ઓનલાઇન ચૂંટણી સંબંઘી ફરિયાદ) એપ્લીકેશન પ્લે-સ્ટોર માંથી અથવા cvigil.eci.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે, જો કોઇ ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો CVigil દ્વારા જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રી, મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. જાહેર જનતાને જો કોઇ ચૂંટણી સંબંધી ફરીયાદ હોય તો તે CVigil એપ્લીકેશનનો ઉપયોગ કરવા મોરબી જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી જે.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text