મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંદર્ભે મીટીંગ યોજાઈ

- text


પેટા ચૂંટણીના જાહેરનામા અને આચારસંહિતાનો કડક અમલ કરવાની અધિકારીઓને સૂચના અપાઈ

મોરબી : મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આથી, જિલ્લા વહીવટી તંત્ર આ પેટા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આગામી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થાય તે અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પેટા ચૂંટણીના જાહેરનામા અને આચારસંહિતાનો કડક અમલ કરવાની અધિકારીઓને સૂચના અપાઈ છે.

મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આગામી પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંદર્ભે કલેક્ટર કચેરીમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં અધિક કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તથા જિલ્લાના તમામ શહેર અને તાલુકા મથકના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા કલેકટરે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.

- text

આ બેઠકમાં મોરબી જિલ્લામાં તમામ પ્રકારના હથિયારોનો.પરવાનો મેળવેલા પરવાનેદારો પાસેથી નિયત સમયમાં હથિયારોને પોલીસ મથકે જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટા ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અને આચારસંહિતાનો કડક અમલ કરવા તેમજ વિધાનસભા બેઠકના સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text