વાંકાનેર : જડેશ્વર રોડ પર જુગાર રમતા છ ઝડપાયા

- text


આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત

વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ પર જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

ગઈકાલે તા. 30ના રોજ વાંકાનેરના એસ્સારના પંપ પાછળ ખડીપરા ઇંટુના ભઠ્ઠા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમી રમતા મહેશભાઇ ગોવીંદભાઇ પલાણી, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાણીયા, વશરામભાઇ પ્રેમજીભાઇ વરાણીયા, બટુકભાઇ ઠાકરસીભાઇ ઉભડીયા, મુકેશભાઇ હરખુભાઇ વીકાણી તથા શૈલેષભાઇ દેવશીભાઇ વીકાણીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 અને મોબાઈલ સહીત કુલ રૂ. 75,100નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text