મોરબી : જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

- text


બન્ને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના લીલાપર ચોકડી પાસે જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં બન્ને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વણકર વાસ જેલ ચોક પાસે રહેતા રમેશભાઈ જીવણભાઈ રાઠોડ (ઉ.વ. ૩૦) એ આરોપીઓ જશુબેન ગોવિંદભાઇ રબારી, ગોવીંદભાઇ રબારીનો દિકરો, ગોવિંદભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૩૦ના રોજ ફરીયાદી તથા સાહેદોના કુલ પ્લોટો-૩ લીલાપર ચોકડી પાસે આવેલ હોય. જેનો હાલે કબ્જો આરોપીઓ પાસે હોય અને આરોપીઓ તે પ્લોટમાં બાંધકામ માટે ખાડા ખોદતા હોવાથી ફરીયાદી તથા સાહેદોએ ખાડા નહી ખોદવા આરોપીઓને જણાવતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી મુંઢ માર મારી જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સમાપક્ષે જશુબેન ગોવિંદભાઈ ભુંભરીયા (ઉવ ૪૫) એ આરોપીઓ પ્રભુભાઈ બોરીચા, વિક્રમભાઈ બોરીચા, હરીભાઈ બોરીચા, રમેશભાઈ ગરચર, વિજયભાઈ બોરીચા અને જી.સી.બી.નો ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી અને સાહેદ તેના દીકરો બંને લીલાપર ચોકડી પાસે સરકારી પ્લોટમા લાકડા બળતણનુ વેચાણ કરતા હતા. ત્યારે આરોપીઓ સીલ્વર કલરની ફોરવ્હીલ ગાડી તથા જી.સી.બી. સાથે આવી ફરીયાદીના લાકડાના ઢગલામા જી.સી.બી.ચલાવતા ફરીયાદીએ આરોપીઓને નુકશાન નહી કરવા જણાવતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ગાળો આપી આ પ્લોટ અમારો છે ખાલી કરી જતા રહેજો તેમ કહી ફરીયાદી સાથે ઝગડો કરતા ફરીયાદીના દીકરો વચ્ચે પડતા આરોપીઓએ તલવાર ધોકો પાઈપ વડે ફરીયાદીના દીકરાને નાની મોટી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડા બળતરમા નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text