મોરબી જિલ્લામાં નિયમભંગ કરતા રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા

- text


મોરબી : કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેલ રોડ પર પુરપાટ ઝડપે સીએનજી ઓટો રીક્ષા ચલાવતા બે રિક્ષા ચાલક સામે તથા શાક માર્કેટ ચોક પાસે પુરપાટ ઝડપે સીએનજી રીક્ષા ચલાવતા ચાલક સામે તથા નવા બસ સ્ટેન્ડ સામે સ્કોર્પિઓ કાર પુરપાટ ઝડપે ચલાવતા ચાલક સામે ઇન્ડિયન પીનલ કોડ કલમ 279 તથા એમ.વી.એક્ટ કલમ 117 મુજબ ગુનો નોંધી તથા મોરબી નગરપાલિકાની ઓફિસ સામે પાણીપુરીની લારી રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખતા ધંધાર્થી સામે ઇન્ડિયન પીનલ કોડ કલમ 283 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નવા બસ સ્ટેન્ડ સામે પાનની દુકાને સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવનાર દુકાનદાર સામે આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક પાસે સાત પેસેન્જર બેસાડીએ નીકળતા ઓટોરિક્ષા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બસ સ્ટેન્ડની સામેના ભાગે મારુતિ ઇકો કાર રોંગ સાઈડમાં ચલાવીને નીકળેલા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર રોડ રફાળેશ્વર ગામ નજીક ખોડિયાર માતાના મંદિર પાસે રોંગ સાઈડમાં બાઈક ચલાવતાં બાઇક ચાલક સામે તથા અન્ય એક બાઈક ચાલકને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બાઈક પાર્ક કરતા તથા વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર દરિયાલાલ હોટલની સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે સીએનજી રીક્ષા પાર્ક કરતા તથા વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર જાંબુડીયા પાવર હાઉસ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બાઈક પાર્ક કરતાં ચાલક સામે ipc કલમ 283 મુજબ ગુનો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરાયા હતા.

- text

માળીયા મીયાણામાં પુરપાટ ઝડપે બાઇક ચલાવતા ચાલકને ત્રણ રસ્તા પાસેથી અટકાવીને ઇન્ડિયન પીનલ કોડ કલમ નંબર 279 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુન્હો નોંધીને તથા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચમુખીના ઢોરા પાસે સીએનજી રીક્ષા પુરપાટ ઝડપે ચલાવતા રીક્ષા ચાલક સામે, તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારા લતીપર ચોકડી પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે આઇસર વાહન પાર્ક કરતાં તથા નગર નાકા પાસે ડીઝલ રીક્ષા ટ્રાફિક અવરોધાય એ રીતે પાર્ક કરતા રીક્ષાચાલક સામે કલમ 283 મુજબ ગુનો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.

જ્યારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગરનાકા પાસે ડ્રાઇવર સહિત સહિત ચાર લોકોને બેસાડીને નીકળતા ટ્રકચાલક સામે, તથા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીકર ત્રણ રસ્તા પાસે સીએનજી રીક્ષામાં ચારથી વધુ પેસેન્જરો બેસાડી નીકળતા રીક્ષા ચાલક સામે આઇપીસી કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેથી વધુ પેસેન્જર બેસાડીએ નીકળતા રીક્ષા ચાલક સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરી રિક્ષા ડિટેઇન કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text