મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ દેવશીભાઇ કંઝારીયા (ઉ.વ.૫૪) એ આરોપી કાનાભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીના કહેવાથી લોકડાઉન પહેલા વઘગઢ ગામના તેજપાલભાઇ પટેલને પૈસા ઉછીના આપ્યા હતા. જે પૈસા આરોપીના તેજપાલભાઇએ નહી આપતા આરોપીએ ફરીયાદી જી.ઈ.બી. બોર્ડની ઓફીસમાં ચાલુ ફરજમાં હતા ત્યારે તેના પાસે જઈ પૈસાની ઉધરાણી કરી ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુઢ ઇજા કરી હતી. પોલીસે આ બનાવમાં આરોપી સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text