મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસની સ્થિતિ

- text


મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ 

મોરબી : જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. આજથી જ પ્રારંભયેલી મગફળીના વેંચાણ માટેની ઓનલાઈન પ્રક્રિયા જો કે થોડેઘણે અંશે ખોરંભે પડી છે.

મોરબી જિલ્લા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા આજથી હડતાળ પર જવાનું નક્કી કરાતા તંત્રની દોડધામ વધી છે. કમિશન ધોરણે કામ કરતા ઓપરેટરો પગાર નક્કી કરાવવાની તેમજ ગત વર્ષના લેણા ચૂકવી આપવાની માંગણીને લઈને હડતાળ પર ઉતરવના હોવાનું જાણવા મળે છે. જો કે , ગઈ કાલે ડીડીઓ, ટીડીઓ તેમજ મામલતદાર સમક્ષ ઉક્ત માંગણીઓ બાબતે રજુઆત કરવામાં આવ્યા બાદ જો આ મામલે ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે તો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. જે મુજબ આજે સવારે વિવિધ તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરોએ એકઠા થઇ પ્રારંભમાં કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. જો કે, ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ અમુક ઓપરેટરોએ કામ શરૂ કરવાનું સ્વીકારતા સંગઠનાત્મક શક્તિ પ્રદર્શન થાય એ પહેલાં જ થોડે ઘણેઅંશે કામગીરી શરૂ થઈ હતી.

મોરબી તાલુકામાં 99, માળિયા મી.માં 40, વાંકાનેરમાં 89, હળવદમાં 70 જ્યારે ટંકારા તાલુકામાં 42 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો ફરજ બજાવે છે. જેઓ તેમની માંગણીને લઈને આજથી હડતાળ પર જવાનું નક્કી કરી રહ્યા હતા પરંતુ સંગઠનના અભાવે એ શક્ય બન્યું ન હતું. પ્રારંભિક તબક્કે મોરબીના 80 ટકા અને માળીયા મી.ના તમામ ઓપરેટરોએ હડતાળમાં જોડાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે ટંકારામાં 42 પૈકી 25 ઓપરેટરો કામથી દૂર રહ્યા હતા. વાંકાનેરમાં 12 ઓપરેટરોએ કામ કરવામાં અસહકાર દર્શાવ્યો હતો. અલબત્ત અધિકારીના કહેવાનુસાર અનુસાર બપોર સુધીમાં તમામ ઓપરેટરો તેમની કામગીરી પૂર્વવત કરશે એવું છેલ્લે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text