ટંકારામાં મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ કરવા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

- text


ટંકારામાં યાર્ડ ન હોવાથી જણસ વહેંચવા મોરબી કે રાજકોટ જવુ પડે છે

ટંકારા : ટંકારા આમ તો તાલુકો છે પણ કાયમ બીજાની મોહતાજીમાં રહે છે. જેમા પ્રાથમિક સુવિધા માટે પણ બીજા તાલુકા પર આધાર રાખવો પડે છે. ત્યારે ચાલુ વર્ષે તા. ૨૧/૧૦/૨૦૨૦થી મગફળીની ખરીદી શરૂ થવા જઈ રહી છે. પરંતુ ટંકારામા માર્કેટ યાર્ડ છે જ નહિ. જેથી, ટંકારાના ખેડૂતોને પાકના વેચાણ અર્થે મોરબી જવુ પડે છે. જેમા સમય અને પૈસાનો વ્યય થતો હોય છે. ટંકારામા મગફળીનું ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ટંકારા તાલુકાના ખેડૂતોને મોરબી સુધી ધક્કા ન ખાવા પડે. હાલ આ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ ટંકારા ખાતે તાત્કાલિક મગફળી ખરીદ સેન્ટરની ફાળવણી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના ગૌતમ વામજા દ્વારા માંગ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદી કરતી સંસ્થાનું વતન અને કર્મભૂમિ ટંકારા છે. અને સહકારી ક્ષેત્રના કહેવાતા ભિષ્મપિતાના તાલુકાના ખેડૂતોને એની જણસને અન્ય તાલુકાના યાર્ડમાં મજબૂર બની વેચવા જવુ પડે તે શરમજનક છે. સાથે ટંકારાના અગ્રણી પણ મોરબી યાર્ડ સાથે જોડાયેલા છે, તે હવે ખેડુતોના હિતમાં નિર્ણય કરે છે કે કેમ તે સમય જ બતાવશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text