સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો : સોનામાં રૂ.૩૨૩ અને ચાંદીમાં રૂ.૧,૦૫૪ની વૃદ્ધિ

- text


ક્રૂડ તેલમાં ઘટાડો: કોટનના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ : અન્ય કૃષિ કોમોડિટીઝમાં સાંકડી વધઘટ : પ્રથમ સત્રમાં રૂ.૧૩,૦૪૯.૦૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૨૬,૦૩૦ સોદામાં રૂ.૧૩,૦૪૯.૦૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૨૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૫૪ વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને તાંબુ ઘટવા સામે સીસું, નિકલ અને જસત વધી આવ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને નરમ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં ૪,૧૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૮૦નો ઘટાડો થયો હતો. અન્ય કૃષિ કોમોડિટીઝમાં સાંકડી વધઘટ રહી હતી.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૩૫૨ ખૂલી, ઊંચામાં ૧૫,૪૭૨ અને નીચામાં ૧૫,૩૦૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૨૫ પોઈન્ટ વધી ૧૫,૪૫૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં કુલ રૂ.૧૦૫.૨૦ કરોડનાં ૧,૩૬૮ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે ૪૨૪ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૧૮૩૪ સોદાઓમાં રૂ.૭૩૬૧.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૧૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૫૪૫ અને નીચામાં રૂ.૫૦૦૫૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૩ વધીને રૂ.૫૦૪૫૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૨૭૭ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે પૈસા ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૫૬ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪૨ વધીને બંધમાં રૂ.૫૦૨૭૦ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૦૬૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૧૭૩૫ અને નીચામાં રૂ.૬૦૦૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫૪ વધીને રૂ.૬૧૪૫૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૦૧૬ વધીને રૂ.૬૧૪૧૪ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૦૩૪ વધીને રૂ.૬૧૪૨૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૦૫૨૩ સોદાઓમાં રૂ.૨૬૦૬.૮૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૯૫ અને નીચામાં રૂ.૨૯૬૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ ઘટીને રૂ.૨૯૮૨ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૭૯૯ સોદાઓમાં કુલ રૂ.૧૮૪.૭૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૧૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૧૫૦ અને નીચામાં રૂ.૧૮૦૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ ઘટીને રૂ.૧૮૦૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૭૧.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૧ વધીને બંધમાં રૂ.૭૭૪.૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૬૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૩ અને નીચામાં રૂ.૯૪૮ રહી, અંતે રૂ.૯૫૨.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૩ અને નીચામાં રૂ.૧૦૨૬.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ.૧૦૩૧ના જ સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૨૩૧ સોદાઓમાં કુલ રૂ.૩૨૮૬.૧૦ કરોડ ની કીમતનાં ૬૫૩૫.૭૩૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૦૬૦૩ સોદાઓમાં કુલ રૂ.૪૦૭૫.૬૦ કરોડ ની કીમતનાં ૬૬૯.૭૫૬ ટન, ક્રૂડ તેલમાં ૧૫૫૩૬ સોદાઓમાં રૂ.૭૩૭.૪૬ કરોડનાં ૨૪૭૩૩૦૦ બેરલ્સ, કોટનમાં ૧૨૯ સોદાઓમાં રૂ.૭.૪૫ કરોડનાં ૪૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૮૨ સોદાઓમાં રૂ.૧૭૧.૩૦ કરોડનાં ૨૨૪૬૦ ટન, મેન્થા તેલમાં ૪૩ સોદાઓમાં રૂ.૪.૬૩ કરોડનાં ૪૮.૬ ટન, કપાસમાં ૪૫ સોદાઓમાં રૂ.૧.૩૪ કરોડનાં ૨૬૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૮૩.૩૧૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૦.૩૭૯ ટન, ક્રૂડ તેલમાં ૩૬૨૫ બેરલ્સ, કોટનમાં ૨૯૮૦૦ ગાંસડી, સીપીઓમાં ૬૯૮૧૦ ટન, એલચીમાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૧૧૮.૮ ટન અને કપાસમાં ૪૪૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૪૮ અને નીચામાં રૂ.૬૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૮૦ અને નીચામાં રૂ.૭૧૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૬૮૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૨૦ અને નીચામાં રૂ.૩૬૨૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧૧૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૧૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૬૮ અને નીચામાં રૂ.૧૮૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૮૧ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩ અને નીચામાં રૂ.૧૧૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૫.૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૬.૩ અને નીચામાં રૂ.૮૮.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫.૨ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text