નવા જીએસટી રજિસ્ટ્રેશનની અરજીઓની પ્રકિયા સરળ કરવા મોરબી ચેમ્બરની રજૂઆત

નવી અરજી વખતે બિનજરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં સમય શક્તિનો વેડફાટ :માત્ર જરૂરી હોય તેટલા જ ડોક્યુમેન્ટ નક્કી કરવા ચેમ્બર ઓફ કોમર્સની ડે. સીએમને રજુઆત

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) લાગુ થયા બાદ તેમાં સમયાંતરે અલગ અલગ સુધારા કરવામાં આવી રહ્યા છે. જેનાંથી વેપારીઓ સાથે સાથે ચાર્ટડ એકાઉન્ટની મુશ્કેલીઓ પણ વધારો થઇ રહ્યો છે.જેમાં નવા વેપારીને જીએસટીમાં રજીસ્ટ્રેશન માટેની અરજીઓમાં વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઓનલાઇન અરજી વખતે ફોટો અપલોડ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.ત્યારે આ બાબતે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરી નવા જીએસટી રજિસ્ટ્રેશનની અરજીઓની પ્રકિયા સરળ કરવાની માંગ કરી છે.

નવા વેપારીને જીએસટીમાં રજીસ્ટ્રેશન માટેની અરજીઓમાં પ્રથમ મુશ્કેલીમાં જેમાં મર્યાદિત સાઈઝના માત્ર જીપીઈજી ફોર્મેટમાં ફરજીયાત પ્રોપરાઈટર,પાર્ટનરના પાન કાર્ડ આધાર કાર્ડ અપલોડ કરવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત 30 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ કલર સ્કેન કરી અપલોડ કરવાના રહે છે. આ ડોક્યુમેન્ટમાં.કેટલા ડોક્યુમેન્ટ એવા છે જેની જરૂરિયાત જ નથી. તેમ છતાં કરવા પડે છે. જેના કારણે સમય શક્તિનો વેડફાટ થાય છે. આ ઉપરાંત એક કરતાં વધુ એડ્રેસ હોય તો તે તમામ પુરાવા સાથે અપલોડ કરવા પડે છે.જો કોઈ ડોક્યુમેન્ટ રહી જાય તો અરજી માન્ય થતી નથી જેથી ફરી પ્રોસેસ કરવાની રહે છે. આ તમામ બિનજરૂરી મથામણથી નવા અરજદારને મુશ્કેલીઓ થતી હોવાથી મોરબીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે કેન્દ્રીય ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન, સી.એમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, જીએસટી અધિકારીઓને પત્ર લખી બિનજરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાથી મુક્તિ આપવા અને જ્યાં જ્યાં વેપારીઓને મુશ્કેલીઓ થાય છે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપી દૂર કરવા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ માટે ઇમેઇલ જેવા વિકલ્પ આપવા માંગ કરી છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate