વાંકાનેરના ટીડીઓની ખેડા, મોરબીના અજમાયસી ટીડીઓને લીંબડી બદલી

- text


મોરબી : રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ સચિવ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાની તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટીડીઓ તેમજ અજમાયસી ટીડીઓની બદલીઓને મંજુરીની મહોર મારી છે. આજે કરવામાં આવેલ ઓર્ડર મૂજબ 6 કાયમી ટીડીઓ અને 27 અજમાયશી ટીડીઓની બદલી કરવામા આવી છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટીડીઓ વી.કે ગઢવીની ખેડા જિલ્લાના વસો તાલુકામાં મુકવામા આવ્યા છે. તો મોરબીમાં અજમાયસી ટીડીઓ તરીકે ફરજ બજાવતા પારસ ચૌહાણની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બદલી કરી સ્વતંત્ર રીતે કામગીરી સોંપી હતી. હાલ બદલી કરાયેલા ટીડીઓને તાત્કાલિક બદલી સ્થળે હાજર થવા હુકમ કરાયો છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text