ઇ- ચલણ નહિ ભરે તેવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : મોરબી જિલ્લા પોલીસ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને ઇ- ચલણ મોકલવામાં આવે છે. આ ઇ- ચલણના દંડની રકમ નહિ ભરે તે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

- text

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ જણાવાયું છે કે વાહનચાલકો જો ઇ-ચલણનો દંડ ભરપાઈ નહિ કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઇ- ચલણ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે ભરી શકાય છે. ઓફલાઈન ચલણ ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી સામે, મોરબી-2(બી વિંગ ઓફિસ નં. 11)માં ભરવાનું રહેશે. ઓનલાઇન ઇ-ચલણ વેબસાઈટ www.echallanpayment.gujarat.gov.in મારફત ભરી શકાશે.

- text