હળવદના ગૌલોકેશ્વર મંદિરે ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિ સ્થાપના કરાઈ

- text


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજીની મૂર્તિઓની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમ યોજાયો

હળવદ : સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે હળવદ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતમાતા અને યુગ પુરુષ અને લાખો યુવાનોના આદર્શ એવા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિનું અનાવરણ અને સ્થાપના કરવામાં આવી હતી.

હળવદ તાલુકામાં સર્વ પ્રથમમાં ભારતી અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રભકત સ્થાનિકો હર્ષોઉલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક જોડાયા હતા અને કર્મકાંડી ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી અને પૂજ્ય સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોએ ફૂલહાર થકી માં ભારતી અને સ્વામી વિવેકાનંદજીની વંદના કરી હતી અને હાજર સૌ લોકોએ માં ભારતીની આરતી ઉતારી હતી. કાર્યક્રમમાં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી દેશભક્તિનું વાતાવરણ બની ગયું હતું અને કાર્યક્રમના અંતે હાજર સૌએ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી અને પ્રસાદ લઈ કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.

- text

આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, પ્રભુચરણ દાસજી મહારાજ, નગરપાલિકા ઉપપ્રમુખ રેખાબેન અનિલભાઈ મિસ્ત્રી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, બજરંગદળ ગુજરાતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર, કેતનભાઈ દવે, ચંદુભાઈ ઝાલા, અનિલભાઈ મિસ્ત્રી, રોટરી કલબ હળવદના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા સહિત રાજકીય, સામાજિક આગેવાનો સહિત ગૌલોકેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળના સભ્યો અને રાષ્ટ્રભકતો ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યુવક બોર્ડના જિલ્લાના સહવાલી અને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, તાલુકા સંયોજક વિજયસિંહ પઢીયાર, નગર સંયોજક અજયભાઈ સિંધવ, ઓમભાઈ રાવલ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text