મોરબીના તુષારભાઈ ભોરણીયા નિરમા યુનિવર્સીટીની સિવિલ ઇજનેર શાખામાં Ph.D થયા

મોરબી : હાલ મોરબી રહેવાસી, મુળ ગામ હમીરપરનાં તુષારભાઈ હેમતલાલ ભોરણીયાએ પીએચડી અભ્યાસક્રમ પૂર્ણ કરીને મોરબી શહેર અને ભોરણીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

મોરબીની રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કના નિવૃત બ્રાન્ચ મેનેજર હેમતલાલ હરખાભાઇ ભોરણીયાના પુત્ર તુષારભાઈ હેમતલાલ ભોરણીયાએ પીએચડી અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. હાલમાં તુષારભાઈ ભુજ ખાતે સરકારી ઇજનેરી કોલેજમાં એપ્લાઇડ મીકેનીક્સ વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓએ નિરમા યુનિવર્સીટી, અમદાવાદ ખાતેથી સિવિલ (સ્ટ્રકચરલ) ઇજનેર વિદ્યાશાખામાં પીએચડી અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. તેઓએ “ડેપ્પીંગ ઇવેલ્યુએશન સ્ટડીઝ ફોર ઇલાસ્ટીક એન્ડ ઇન ઇલાસ્ટીક સ્ટ્રકચરલ સીસ્ટમ : એનાલીટીકલ એન્ડ એક્ષપેરિમેન્ટલ ઇન્વેસ્ટીગેશન” વિષય ઉપર રીસર્ચ કરેલ છે.

આ વિષય ઉપર પીએચડીને આ રીસર્ચ તુષારભાઈએ અમદાવાદની નિરમા યુનિવર્સીટી હેઠળની સ્કુલ ઓફ એન્જિનિરીંગનાં સિવિલ ઈજનેરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. શરદકુમાર પી. પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે. તેઓએ મેળવેલ આ સિધ્ધિ બદલ તુષાર એચ. ભોરણીયાના સગા-સ્નેહીઓ અને મિત્રમંડળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહેલ છે. તેમની આ સિધ્ધિથી મોરબી શહેરનું તથા હમીરપર ગામનું ગૌરવ વધ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate