મોરબી પાલિકા દ્વારા વેન્ડરને ધંધા વિકાસની લોન માટે ફોર્મ વિતરણ કરાયા, 950 અરજી મળી

- text


પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ અંતર્ગત રૂ.10 હજારની લૉન અપાઈ રહી છે

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યની નગરપાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમાં રેંકડીઓ અને પાથરણા થકી ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર તેનો ધંધો વિકસાવી શકે તે માટે ડી.એન.યુ.એલ એમ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ અંતર્ગત ફેરીયાઓને રૂ.10,000ની લૉન અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

જે અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા તા.10ના રોજથી અલગ અલગ વિસ્તારમાં કેમ્પ રાખી શેરી ફેરિયાઓ પાસે ફોર્મ આપવામાં આવી રહ્યા છે અને અરજદારે જરૂરી દસ્તાવેજ સાથે ભરી પાલિકામાં અથવા કેમ્પના સ્થળે સ્વીકારવામાં આવી રહ્યા છે. તા.18 સુધીમાં શહેરમાં કુલ 950 જેટલા ફોર્મ લઈ ગયા હતા જેમાંથી 600 જેટલી અરજીઓની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 350.જેટલી અરજીની કામગીરી હજુ ચાલી રહી છે.

હાલ કોરોના મહામારીમાં નાના મોટા તમામ ધંધા વ્યવસાયને ભારે હાલાકી પડી રહી છે. તેવા સમયે સરકારની યોજના શેરી ફેરિયાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ રકમથી રસ્તા પર પાથરણા પાથરી બેસતા કે ભાડે રેકડી ચલાવતા ફેરીયા રેંકડી લઈ શકશે અથવા જેની પાસે રેંકડી છે તે વધુ સારી રીતે તેનો વ્યવસાય વિકસાવી શકશે. મોરબીના આગામી 20મી સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમ્પ યોજી ફોર્મ અંગેની કાર્યવાહી કરશે.

- text

શેરી ફેરિયાઓને ખૂબ ઓછા દરે લૉન આપી આત્મનિર્ભર બનાવવા સરકારનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ અંતર્ગત રૂ.10 હજારની લૉન અપાઈ રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં પાલિકા કચેરીમાં નોંધાયેલ કે ન નોંધાયેલ હોય તેવા શહેરના અલગ અલગ વિસ્તાર શેરી ફેરી કે રેંકડી દ્વારા વ્યવસાય કરતા વેપારીઓને 10.ટકાને બદલે માત્ર 3 ટકા વ્યાજ ચુકવણી કરવાની રહે છે. 7 ટકા વ્યાજ સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જો લૉનધારક ડીઝીટલ પેમેન્ટ કરે તો તેમાં પણ બોનસનો લાભ મળી રહે છે.

અમુક રાષ્ટ્રીય બેન્કની લૉન આપવામાં આનાકાની

એક તરફ પાલિકા દ્વારા શેરી ફેરિયાઓને લૉન આપવા ફોર્મ ભરવા તેમજ લૉન લેવા પ્રોત્સાહીત કરી રહી છે. તો બીજી તરફ નક્કી કરાયેલ બેન્ક પૈકી અમુક બેક દ્વારા ફેરિયોઓને આ પ્રકારની લૉન આપવાની આનાકાની કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. આ બાબતે પાલિકા તંત્ર અને બેંકના પ્રીતિનિધિ યોગ્ય સંકલન કરે જેથી અરજદારને હાલાકી ન પડે તેવી માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text