મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બિયારણની કીટનું વિતરણ કરાયું

- text


મોરબી : ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે જાહેર કરેલ છે. જેથી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. ૧૬ અને ૧૭ના રોજ પોષણ અંગે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

હાલનાં સમયમાં વિશ્વમાં કુપોષણનું પ્રમાણ વધતું જાય છે. તે માટે પોષણ અંગે જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. અને કુપોષણને નાબૂદ કરવું જોઈએ. તે અંતર્ગત મોરબી જીલ્લાના આંગણવાડીના બહેનોને અને ખેડુત પરિવારને કિચન ગાર્ડનીંગની ટ્રેનીંગ અને બિયારણની ૧૦૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રેખાબેન એરવાડીયા ચેરમેન જીલ્લા પંચાયત-આઈ.સી.ડી.એસ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ડો. હેમાંગીબેન ડી. મહેતા વિષય નિષ્ણાંતે – કિચન ગાર્ડન કરવા માટે જમીન ન હોય તો પણ કિચન ગાર્ડન થઈ શકે તેવી માહિતી આપી અને પ્રેઝન્ટેશન દ્વારા તાલીમ આપી તથા સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ દિલીપભાઈ સરડવાએ પ્લાન્ટ પ્રોટેક્શન વિષે માહિતી આપેલ અને ડો. એ. એચ. સિપાઈએ ન્યુટ્રિશન વિષે માહિતિ આપી અને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઊપાધ્યાય, સી.ડી.પી.ઓ. કોમલબેન તથા આઈસીડીએસ વિભાગના સુપરવાઈઝર પણ હાજર રહેલા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text