મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ઈ-લોન્ચિંગ કાર્યક્રમનું ટાઉનહોલમાં લાઈવ ટેલિકાસ્ટ યોજાયું

- text


દસ લાખ મહિલાઓને આત્મનિર્ભર થવા માટે ગુજરાત સરકાર આપશે એક લાખ રૂપિયા

મોરબી : આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મદિવસ નિમિતે ગુજરાત સરકાર દ્વારા 175 કરોડની યોજના ‘મહિલા ઉત્કર્ષ યોજના’નું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેનું મોરબી શહેરના ટાઉનહોલ ખાતે લોન્ચિંગ ઇ ટેલિકાસ્ટનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબીના ડીડીઓ પરાગ ભગદેવ, ડે. ડીડીઓ પી. વી. વસૈયા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ જાડેજા તેમજ ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરવામાં આવી હતી.

જે બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ યોજનાની પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા 0% વ્યાજે એક લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે. જેમાં એક લાખ મહિલા જૂથોને ધીરાણ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ યોજનામાં એક ગ્રુપમાં 10 મહિલા બહેનો હશે. જેમાં મહિલા દરેક ગ્રુપોને એક લાખ રૂપિયા આત્મનિર્ભર થવા માટે અપાશે જે પગભર થયા બાદ દર મહિને દસ હજાર ભરવાના રહેશે. ત્યારે મોરબીમાં આ યોજનમાં મોરબીની અલગ અલગ સખીમંડળો હાજર રહ્યા હતા અને દરેક મંડળોને અરજી પત્રો પણ આપ્યા હતા. કાર્યક્રમમાં હાજર મહેમાનોએ પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. જે બાદ ગાંધીનગરથી યોજનાનું ઇ.લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text