સતત વરસાદથી 13 લાખ હેક્ટરમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ

- text


 

એગ્રીસાયન્સ ન્યુઝ નેટવર્ક : ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યભરમાં પડેલા સતત વરસાદના કારણે અંદાજે 13 લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું નુકાસાન થયુ હોવાનો પ્રાથમિક અંદાજ છે એવુ કૃષિ મંત્રી આર.સી ફળદુએ જણાવ્યુ.

સોમવારે પત્રકારો સાથે વાત કરતા તેઓએ વધુમાં જણાવ્યુ કે, પાકને થયેલ નુકસાનનો સરવે કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. હાલની સ્થિતિએ 3 લાખ હેક્ટરમાં સરવેની કામગીરી પુરી થઇ છે.અત્રે ઉલ્લેખનિય છે કે, એનડીઆરએફના નિયમો પ્રમાણે જે વિસ્તારોમાં કૃષિ પાકોને 33 ટકાથી વધુ નુકસાન પહોંચ્યુ હશે ત્યાં પાક સહાય આપવામાં આવશે.

સામાન્ય રીતે પ્રતિ હેક્ટર રૂ.6800 પ્રમાણે સહાય ચુકવવામાં આવતી હોય છે. એક ખેડૂત ખાતેદાર દીઠ મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે. ગત વર્ષે અતિવૃષ્ટીના કારણે અને એના આગલા વર્ષે ઓછા વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં આ સહાય ખેડૂતોને મળી હતી.

- text

કૃષિ મંત્રી આર.સી ફળદુએ મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે પણ વધારાની માહિતી આપી. જે પ્રમાણે આગામી તા.1 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની નોંધણી કરવાની કામગીરી શરૂ થશે. આ પ્રમાણે 20 દિવસ સુધી નોંધણી પૂર્ણ કર્યા બાદ આગામી તા. 21 ઓક્ટોબરથી ખરીદી કરવાની કામગીરી શરૂ થશે, જે 90 દિવસ સુધી ચાલશે. નાફેડ અને પુરવઠા નિગમ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વર્ષે પ્રતિ મણ ટેકાના ભાવે રૂ.1055ના ભાવે મગફળીની ખરીદી થશે.

- text