મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત પૂરી કરાઈ

મોરબી : મોરબીના યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા રાત્રીના સમયે સરકારી હોસ્પિટલની બ્લડ બેંકની જરુરીયાત પુરી કરવા માટે થઈને રક્તદાન કરવામાં આવ્યું હતું.

કોરોનાને કારણે લોકો સરકારી હોસ્પિટલ કે જ્યાં કોવીડ-19 કેર સેન્ટર ચાલી રહ્યું છે, તો એ તરફ જવાનુ વિચારીને પણ ડરી રહ્યા છે. જેની અસર મોરબીમા સ્વૈચ્છીક રક્તદાન કરતા અને બ્લડ ડોનેશનના કેમ્પ કરતા લોકો પર પણ દેખાઈ રહી છે. જેથી, મોરબીની સિવીલ બ્લડ બેંકમા અત્યારે બ્લડની શોર્ટેજ ઉભી થઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલની બ્લડ બેંકના સંચાલક ડો. કપિલ બાવરવા તરફથી યુવા આર્મી ગ્રુપનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલની શોર્ટેજની કમી દુર કરવા મદદ કરવા જણાવ્યું હતુ. જેને અનુલક્ષીને ગ્રુપના 11 સભ્યો દ્વારા ગત રાત્રિના રક્તદાન કરી સરકારી હોસ્પિટલની જરુરીયાત પુરી કરી દેવામાં આવી હતી. જે માટે થઈને સરકારી હોસ્પિટલ દ્વારા ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate