મોરબીના શિવનગર ગામે કુવામાં અકસ્માતે ડૂબી જતાં ખેતમજૂરનું મોત

મોરબી : મોરબીના પંચાસર ગામે આવેલા શિવનગર ગામે કુવામાં અકસ્માતે ડૂબી જતાં ખેતમજૂરનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની સુરપાલસિંગ ભુરસિંગ આદિવાસી ઉ.વ.33 નામનો યુવાન મોરબીના પંચાસર ગામે આવેલ શિવનગરના દિલીપભાઈ પટેલની વાડી વાવવા રાખી ત્યાંજ પરિવાર સાથે રહીને ખેતમજૂરી કામ કરતો હતો. દરમ્યાન ગઈકાલે બપોરે સુરપાલસિંગ ભુરસિંગ આદિવાસી વાડીમાં આવેલ કુવામાં ડોલ નાખીને પીવાનું પાણી બહાર કાઢી રહ્યો હતો. તે વખતે અકસ્માતે તેનો પગ લપસી જતા તે કુવા પડી જવાથી ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને ખેતમજૂર યુવાની કુવામાંથી ડેડબોડી બહાર કઢાવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને અગળવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ બીટ જમાદાર કે.એ. ચૌહાણ ચાલવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate