મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અધિક માસ નિમિતે ઓનલાઈન અખંડનું ધૂનનું આયોજન

 

મોરબી : અધિક માસને ધૂન ભજન અને ભકિતભાવનો માસ માનવામાં આવે છે. આગામી 18મી સપ્ટેમ્બરથી પુરુષોત્તમ(અધિક) માસશરૂ થઈ રહ્યો છે.આ નિમિતે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ મોરબી દ્વારા ઓનલાઈન અખંડ ધૂંનનું આયોજન કરાયું છે. આ ધુન મંડળમાં બેથી વધુ મિત્રો,પરિવાર,ગામ કે મંડળ જોડાઈ શકે છે.જન્મ દિવસ તેમજ અન્ય શુભ પ્રસંગે 12 કલાક સુધી જોડાઈ શકે છે. ધૂનમાં જોડાવવા માંગતા લોકોને zoom એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ધૂનમાં જોડાવાની લિંક મોકલાવમાં આવશે.વધુ માહિતી માટે મગનભાઈ ભોરણીયા 9825199897નો સંપર્ક કરવા જણાવાયુ છે.