હળવદના ટિકર ગામે કાલથી એક અઠવાડિયું બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રહેશે

 

ગામમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલો નિર્ણય

હળવદ : સમગ્ર મોરબી જિલ્લામાં કોરોના ભારે આંતક મચાવી રહ્યો છે અને હળવદ પંથકમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પગલાં લેવામાં આવ્યા છે.ત્યારે હળવદના ટિકર ગામે આવતીકાલથી આગામી તા.23 દરમ્યાન દુકાનો બપોરના 12 સુધી ખુલ્લી રાખવાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

હળવદના ટિકર ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર નોટિસ બોર્ડ ઉપર લખીને ટિકર ગામમાં કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે આવતીકાલ તા.17 થી તા.23 મી દરમ્યાન સવારથી બપોરના બાર વાગ્યા સુધી સ્વયંભુ બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.દુકાનો બપોરના 12 સુધી જ ચાલુ રહેશે ,જ્યારે દૂધ ,મેડિકલ સહિતની આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સાંજ સુધી.ખુલ્લી રહેશે.દુકાનોમાં સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરવા અને વેપારીઓએ ફરજિયાતપણે માસ્ક પહેવાનું રહેશે.નહિતર ગ્રામ.પંચાયત દ્વારા દંડ કરવામાં આવશે.તેમજ બહારગામથી માણસોને પણ ગામમાં ન આવવા દેવાનું સરપંચે જણાવ્યું છે.