મોરબી : મચ્છું-2 ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલાયા

 

 

મોરબી : મોરબીમાં આજે ભારે વરસાદને પગલે ડેમોમાં પણ ફરી નવા નિરની આવક શરૂ થઈ છે. મચ્છું-2 ડેમમાં પણ આજે પાણીની પુષ્કળ આવક નોંધાઇ છે. જેના કારણે ડેમની સપાટી જાળવી રાખવા માટે ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ દરવાજાની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ હાલ ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.