ડેમી-3ના છ દરવાજા બે ફૂટ, ડેમી-2ના ત્રણ દરવાજા બે ફૂટ અને મચ્છું-3ના બે દરવાજા 2.25 ફૂટ ખોલાયા

 

બંગાવડી ડેમ 0.50 મીટરથી ઓવરફ્લો

મોરબી : મોરબી અને ટંકારા પંથકમાં પડેલા ભારે વરસાદથી અનેક ડેમો ફરી ઓવરફ્લો થયા છે. જેમાં ડેમી-3 ડેમમાં આજે વરસાદને કારણે 8977 ક્યુસેક પાણીની આવક થતા ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ડેમી-2 ડેમમાં 4488 ક્યુસેક પાણીની આવક થતા ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ સાથે મચ્છું-3 ડેમમાં પણ 4113 ક્યુસેક પાણીની આવક થતા તેના બે દરવાજા 2.25 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે બંગાવડી ડેમમાં પણ સારો વરસાદ થતાં ડેમ 0.50 મીટરે ઓવરફ્લો થયો છે.