મોરબી : ધો.12 પૂરક પરીક્ષા અને ગુજકેટની માર્કશીટના વિતરણ વખતે છાત્રોને એકસાથે ન બોલાવવા સૂચના

શાળા સંચાલકોને 15મીએ છાત્રોના પરિણામ વિ. સી. હાઇસ્કુલમાંથી મેળવવાના રહેશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા ઓગસ્ટ મહિનામા લેવાયેલ  ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની પ્રમાણપત્રનું અને ગુજકેટ-૨૦૨૦ ની પરીક્ષાની પ્રમાણપત્ર વિતરણ આગામી તા. ૧૫ના રોજ કરાશે. મોરબી જિલ્લામા ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે જિલ્લાની તમામ શાળાના પ્રમાણપત્ર રાખવામા આવશે. આગામી ૧૫મીએ સવારે ૦૯.૦૦ કલાકથી બપોરે ૦૧.૦૦ કલાક સુધી પરિણામપત્ર થશે. આથી, મોરબી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ જિલ્લા કક્ષાએ વી.સી હાઇસ્કુલ થી જ પરિણામ સાહિત્ય મેળવવાનું રહેશે. મોરબી જિલ્લાની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ તા. ૧૫ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકથી આપની શાળાના અધિકાર પત્ર સાથે વિતરણ સ્થળ પરથી પ્રતિનિધીએ ઉપસ્થિત રહી પરિણામ લગત સાહિત્ય મેળવી લેવાનું રહેશે.

હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વિતરણ સ્થળ પર સરકાર દ્વારા પ્રસિદ્ધ તમામ નિયમોનું પાલન થાય એ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક પહેરીને જ આવવાનું રહેશે. તેમજ આપના દ્વારા જ્યારે વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવામાં આવે ત્યારે પણ એક સાથે ન બોલાવી યોગ્ય આયોજન કરી સરકાર ની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. આગામી તા. ૧૫ના રોજ જિલ્લા વિતરણ સ્થળ પરથી પરિણામ સાહિત્ય મેળવી લેવાની જવાબદારી જે-તે શાળાના આચાર્યની રહેશે. તેમ ડી.ઇ.ઓ બી. એમ. સોલંકીએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate