પાલઘરમાં સાધુની હત્યા મામલે રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા અધિક કલેક્ટરને આવેદન

મોરબી : રાજપૂત કરણી સેના દ્વારા ભારતનાં તમામ જિલ્લાઓ-તાલુકાઓમાં પાલઘરમાં થયેલ સાધુની હત્યા મામલે CBI તપાસની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. રાજપૂત કરણી સેના દેશનાં 26 રાજ્યમાં સ્થાપિત છે. જેમાં ગુજરાતના 30 જિલ્લાઓમાં સંસ્થા આવેલ છે. ત્યારે આજે તમામ જિલ્લા- તાલુકા-રાજ્યોમાં આવેલ રાજપૂત કરણી સેનાના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

જેને અનુલક્ષીને રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ પાલઘરના સાધુઓની હત્યા અંગે સીબીઆઈ તપાસ માટે મોરબી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લાનાં હોદેદારો, મોરબી શહેરના હોદેદારો, મોરબી તાલુકાના હોદેદારો, માળિયા તાલુકાના હોદેદારો સહિતના તમામ હોદેદારોએ જોડાયને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate