મોરબી : ભોજાબાપાના નામ પરથી રેલવે સ્ટેશનથી કુબેરનગર ફાટક સુધીના માર્ગનું નામકરણ કરવા માંગ

મોરબી : ગઈકાલે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી રેલવે સ્ટેશનથી લઈ કુબેર નગર રેલવે ફાટક સુધીના માર્ગનું નામકરણ કરવા માટેની માંગ મોરબી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે પ્રમુખને આવનાર બોર્ડની મીટીંગમાં ઠરાવ પસાર કરી આહીર વીર પુરુષ ભોજાબાપા મકવાણાની વીર અને શોર્ય ગાથાને જીવંત રાખવા માટે તેમની પ્રતિમા રેલ્વે સ્ટેશન ચોકમા આવેલ છે. આ વીર રસની શોર્ય ગાથા ક્ષત્રીય સમાજ અને આહિર સમાજ વચ્ચે વિશ્વસનીયતા અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે. સર્વે સમાજ આજે પણ આ પ્રસંગને સાંભળીને ગર્વની લાગણી અનુભવે છે. ત્યારે મોટા દહિંસરા ગામના વીર પુરૂષ ભોજાબાપા મકવાણાના નામ પરથી આ માર્ગનું નામકરણ થાય તે માટે રાજપૂત કરણી સેના મોરબીની પણ માંગણી છે. તેમ મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા એ યાદીમાં જણાવ્યું છે.

 

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate