મોરબી પાલિકામાં બજેટની મંજૂરી માટે ફરી 14 મીએ જનરલ બોર્ડ બોલવાયું

- text


અગાઉ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા બજેટ નામંજુર થયા બાદ હવે ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો પ્રયાસ

શાસક પક્ષ કોંગ્રેસ આગામી 14 મીએ બજેટ મજૂર માટે સર્વસમતિ સાધવા સફળ થશે કે કેમ?

મોરબી : મોરબી પાલિકામાં બજેટ મંજુર કરવા માટે 27મીના રોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસનો આંતરીક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હતો. અને કોંગ્રેસના ચૂંટાયેલા 26માંથી 8 જેટલા સભ્ય કોઈના કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા. તો હાજર હતા તેમાંથી 4 સભ્યે બજેટ મંજૂર થવા તરફી મતદાન ન કરતા ભાજપના 18 સભ્યોએ બહુમતીના જોરે બજેટ અટકાવી દીધું હતું.

ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય સભા કરી બજેટ મંજુર કરવાનું હોય છે. જોકે કોરોના મહામારીને કારણે 5 મહિના કરતા પણ વધારે સમય થયા બાદ પણ બજેટ પાસ થતા રહી ગયા હતા. મોરબીના વિકાસ કામ થાય તે માટે ખુદ સતા પક્ષ અને વિપક્ષ બન્ને જાણે રાજી ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સભ્યોની નારાજગીથી મોડે જાગેલા કોંગ્રેસના આગેવાનો સભ્યોને મનાવવામાં લાગી ગયા હતા. કોંગી અગ્રણીઓની સમજાવટ બાદ જાણે સભ્યોની નારાજગી દૂર થઈ ગઈ હોય તેવી આશાએ ફરીવાર પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ આગામી 14મીએ સામાન્ય સભા બોલાવી છે.

- text

આગામી સામાન્ય સભામાં બજેટને મંજુરી મળી રહે અને મોરબી શહેરમાં ફરી વિકાસ.કામને વેગ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ તમામ પાલિકા સભ્યો સાથે બેઠક કરી સામાન્ય સભામાં બજેટ મંજુર થઈ શકે તે માટે ચૂંટાયેલા તમાંમ.સભ્યોને હાજર રહેવા અને મતદાન કરવા સૂચના આપવામાં આવી છે. હવે આગામી સામાન્ય સભામાં શુ બજેટ પાસ થશે કે પક્ષના સભ્યોની નારાજગી મોરબીના વિકાસ કામ કરતા વધુ મહત્વની છે. તે અંગેનું 14મી એ ચિત્ર સ્પષ્ટ થશે


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text