10 સપ્ટેમ્બર : 2013માં નિર્ભયા કેસનો ચુકાદો, જાણો.. ભૂતકાળમાં બનેલી ખાસ વાતો

- text


મોરબી : 10 સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ (અંગ્રેજી કેલેન્ડર) મુજબ વર્ષનો 253મો (લિપ વર્ષ દરમ્યાન 254મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં 112 દિવસ બાકી રહે છે. તેમજ ગુજરાતી પંચાંગ તરીકે આજે ભાદરવા માસ, કૃષ્ણ (વદ) પક્ષની આઠમની મિતી અને ગુરુવાર છે.

મહત્વની ઘટનાઓ

1980 – મેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ

1996 – પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકી કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રિટી પર મોટાભાગના દેશોએ હસ્તાક્ષર કર્યા (ભારત, પાકિસ્તાન અને ઉ. કોરિયાએ હસ્તાક્ષર કર્યા નથી)

2008 – વિશ્વનો સૌથી ખર્ચાળ વૈજ્ઞાનિક અખતરો લાર્જ હેડ્રોન કોલાઇડરને પહેલીવાર ચાલુ કરાયું (પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે નવ અબજ ડોલર)

2013 – નિર્ભયા કેસના છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓ દોષિત જાહેર કરાયા (ત્રણ દિવસ બાદ ચાર ગુનેગારોને ફાંસી અને જુવેનાઇલને ત્રણ વર્ષની સજા ફટકારાઈ)

પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મ

1858 – ગુજરાતી કવિ મણિલાલ નથૂભાઈ ત્રિવેદીનો જન્મ

- text

1872 – નવાનગર-જામનગરના મહારાજા અને ક્રિકેટમાં નોંધપાત્ર યોગદાન આપનારા રણજિતસિંહજીનો જન્મ (તેમની સ્મૃતિમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રોફી યોજાય છે)

1887 – ગોવિંદ વલ્લભ પંતનો ઉત્તર પ્રદેશના ખૂન્ટ ગામમાં જન્મ

1912 – ભારતના પુર્વ ઉપરાષ્ટ્રપતિ બી. ડી. જત્તીનો જન્મ

પ્રખ્યાત વ્યક્તિઓના નિધન

1965 – ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતા બદલ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર અબ્દુલ હમીદે પાકિસ્તાનની બે અદ્યતન ટેંકનો ખાત્મો બોલાવી તેઓ શહીદી વહોરી


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text