માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની 56મી વાર્ષિક સાધારણ સભા મળી

- text


2019-20ના નાણાકીય વર્ષમાં 15 ટકા ડિવિડન્ડ અને ભેટ અર્પણ કરાઈ

માળીયા મી. : માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની 56મી વાર્ષિક સાધારણ સભા આજે 10 સપ્ટેમબરના રોજ મળી હતી. સંસ્થાએ સાલ 2019-20ના નાણાકીય વર્ષ દરમ્યાનનું 15 ટકા ડિવિડન્ડ સભાસદોને ફાળવ્યું હતું. આ સાધારણ સભામાં ઉપસ્થિત તમામ સભાસદોને ભેટ પણ આપવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મનહરલાલ ગાંડુભાઇ બાવરવા, રાજકોટ ડીસ્ટ્રીક કો-ઓપરેટીવ બેન્ક લઈ.ના ડાયરેક્ટર અમૃતલાલ વિડજા તથા માળીયા તાલુકાના સહકારી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત સામાન્ય સભામાં હાલ પ્રવર્તતી સરકારી ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text