9 સપ્ટેમ્બર : જાણો.. આજના દિવસે ઇતિહાસમાં બનેલી ખાસ વાતો

- text


મોરબી : 9 સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ (અંગ્રેજી કેલેન્ડર) મુજબ વર્ષનો 252મો (લિપ વર્ષ દરમ્યાન 253મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં 113 દિવસ બાકી રહે છે. તેમજ ગુજરાતી પંચાંગ તરીકે આજે ભાદરવા માસ, કૃષ્ણ (વદ) પક્ષની સાતમની મિતી અને બુધવાર છે.

  • મહત્વની ઘટનાઓ

1922 : ગ્રીસ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તુર્કીસ્તાનનો વિજય.

  • પ્રસિદ્ધ વ્યક્તિઓના જન્મ

1828 – સુપ્રસિદ્ધ રશિયન નવલકથાકાર લિયો ટોલ્સ્ટોયનો જન્મ.

1850 – પ્રખ્યાત હિન્દી નાટકકાર અને વાર્તાલેખક ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ.

1929 – પાકિસ્તાનની ‘મધર ટેરેસા’ તરીકે ઓળખાતા ડો. રૂથ કેથ્રીન માર્થા ફાઉનો જન્મ (જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર), (અવસાન – 10 ઓગસ્ટ, 2017).

- text

  • પ્રખ્યાત વ્યક્તિઓના નિધન

1952 – ભારતીય ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાનું અવસાન (જન્મ – 5 ઑક્ટોબર, 1890)

2001 – અફઘાનિસ્તાનના કબીલાઈ નેતા અહમદ શાહ મસૂદનું અવસાન (હત્યા).


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text