મોરબી જિલ્લામાં કોરોના સર્વેલન્સ ટીમોની કામગીરીમાં સહયોગ આપવા પ્રજાને અપીલ

મોરબી : મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવીડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને રોકવા અને નિયંત્રણ લાવવા માટે સર્વેલન્સ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીમાં તંત્રને સહયોગ આપવા મોરબી જિલ્લાની આમપ્રજાને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ અપીલ કરી છે.

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું છે કે હાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે અસરકારક પગલાં લેવાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ વહિવટી તંત્ર દ્વારા તાલુકા લેવલે સર્વેલન્સ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પ્રજા સહયોગ કરશે તો સૌના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઇ રહે તે જરૂરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate