મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનો ડિપ્લોમા ઇલેકિટ્રકલના પરીણામમાં દબદબો

મોરબી : તાજેતરમાં ડિપ્લોમા ફાઇનલ સેમેસ્ટરની બીજા રાઉન્ડની પરીક્ષાનુ પરીણામ જાહેર થયુ છે. તેમા મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ (એલ.ઇ. કોલેજ)ના વિદ્યાર્થીઓએ ફરીથી ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે. ડિપ્લોમા ઇલેકિટ્રકલમા અભ્યાસ કરતા 3 કે તેથી વધુ વિદ્યાર્થીઓને 10/10 STPI લઇને શિક્ષકો તથા તેમના વાલીઓને ગર્વ અનુભૂતિ કરાવી છે.

તેમા વિદ્યાર્થીઓ દલશાણીયા અજીતકુમાર જેમને 10/10 STPI તથા 10/10 SPI આવેલ છે. વિદ્યાર્થી કૈલા મયુરકુમાર ચંદુભાઇ જેમને પણ 10/10 STPI તથા 10/10 SPI આવેલ છે. તથા વિદ્યાર્થી રાવલ વત્સલ મહેશભાઈ જેમને પણ 10/10 STPI તથા 10/9.6 SPI આવેલ છે. બીજા વિદ્યાર્થીઓના પણ પરિણામ ખુબ સારા આવેલા છે. આ તમામ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોનો ખુબ ખુબ આભાર માને છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate