મોરબીના લાલબાગ ખાતે સેવા સદનમાં અરજદારોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા આવેદન

- text


મોરબી : ગુજરાત જન અધિકાર મંચ – મોરબી દ્વારા મોરબીના લાલબાગ ખાતે સેવા સદનમાં અરજદારોને પડતી તકલીફ દુર કરવા માટે કલેક્ટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે મોરબીના લાલબાગ ખાતે સેવાસદનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના કામ માટે આવે છે. જેમાં મુખ્ય જન સુવિધા કેન્દ્ર તથા દસ્તાવેજને લગતી કામગીરી માટે વધારે લોકો આવે છે. તે લોકો માટે આ કચેરીમાં પીવા માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. તથા આ કચેરીમાં બેસવા માટેની પ્રાથમિક સુવિધા પણ નથી. ઉપરોકત બન્ને કામો માટે આવતા હજારો લોકોને રોજ તડકામાં બેસવું પડે છે. તથા વરસાદના સમયમાં બહાર પલળતા રહેવું પડે છે. તથા દસ્તાવેજની કામગીરી માટે મોટી ઉંમરના પણ ઘણાં માણસો આવે છે. તો બેસવા માટેની વ્યવસ્થા તો ખાસ હોવી જ જોઈએ. પણ આ કચેરીમાં રોજ સરકારને લાખો રૂપિયાની આવક થાય છે. છતા અરજદારને કોઈ જાતની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી નથી. તો લોકોના હીત માટે આ પ્રાથમિક જરૂરત પુરી કરવા માટે રજુઆતમાં અપીલ કરવામાં આવેલ છે.

- text

- text