વાંકાનેર : ઓનલાઇનના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘેરબેઠા માટીની ગણેશ મૂર્તિ બનાવવાનું પ્રશિક્ષણ આપતા શિક્ષિકા

- text


વાંકાનેર : હાલ ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારી સંદર્ભે જાહેર ધાર્મિક મેળાવડાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આજથી શરૂ થઇ રહેલો ગણેશ મહોત્સવ પણ નિયમોને આધીન પ્રતિબંધિત છે ત્યારે દર વર્ષે માટીમાંથી જ ગણેશ પ્રતિમાનું સર્જન કરી ગણેશ ઉત્સવ બાદ ઘરના પાણીમાં જ એ મૂર્તિનું વિસર્જન કરતા વાંકાનેર તાલુકાના ઘીયાવડ પ્રાયમરી શાળાના શક્ષિકાએ હોમ લર્નિંગના ભાગરૂપે વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું પ્રશિક્ષણ આપ્યું હતું.

ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ છે. પ્લાસ્ટર ઓફ પેરિસની ઓછા મૂલ્યની ગણેશ પ્રતિમાનું ભક્તો ઘેર સ્થાપન કરતા હોય છે. જો કે આવી મૂર્તિઓના વિસર્જન બાદ નદી-તળાવડાંઓ અને પાણીના અન્ય સ્ત્રોતો ભારે પ્રદુષિત થાય છે. પ્રકૃતિને થતા આ નુકશાનને અટકાવવા માટે વાંકાનેરના ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર પાછલા ઘણા વર્ષોથી કાર્યરત છે. તેઓ પોતે સ્વગૃહે તો માટીની મૂર્તિ બનાવે જ છે પણ દર વર્ષે શાળાના બાળકોને પણ માટીમાંથી મૂર્તિ બનાવતા શીખવાડે છે. જો કે આ વર્ષે શાળાઓ બંધ હોવાથી તેઓએ વિદ્યાર્થીઓને હોમ લર્નિંગના ભાગરૂપે ઓનલાઇન પ્રશિક્ષણ આપી બાળકોને માટીમાંથી નિર્મિત ગણેશ પ્રતિમા બનાવતા શીખવાડ્યું હતું. માટી અને ગાયના છાણમાંથી નિર્મિત મૂર્તિના વિસર્જનની પ્રક્રિયા અને તેને કારણે અટકતું પ્રકૃતિનું નુકશાનનું જ્ઞાન તેઓએ ઘેરબેઠા વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્ધતિથી આપ્યું હતું.

- text

- text