ભડીયાદ નજીક કારખાનામાંથી 1644 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો

- text


કુલ રૂ. 4.88 લાખનો જથ્થો જપ્ત, બે શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક એક કારખાનામાંથી 1644 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ રૂ. 4.88 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

- text

ગઈકાલે તા. 21ના રોજ મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક લોટસ કોલ કોર્પોરેશન નામના કારખાનાના ગ્રાઉન્ડમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ 1644 (કિ.રૂ. 4,88,280) ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો ચંન્દ્રસીહ સરદારસીહ ઝાલા (ઉ.વ. 29, રહે. લજાઇ) તથા નિકુજભાઇ ભુપતભાઇ રાજપરા (રહે. લીલાપર)એ ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને આરોપીનો મોબાઈલ સહીત કુલ 4,89,280નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી ચંદ્રસિંહને પકડી પડ્યો છે. તથા આરોપી નિકુંજ રેઇડ દરમિયાન હાજર ન હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text