રોજગાર કચેરી દ્વારા 21મીએ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વેબીનારનું આયોજન

- text


મોરબી : આગામી સમયમાં લેવાનાર તલાટી મંત્રી અને સચિવાલય પરીક્ષાની પૂર્વ તૈયારી માટે મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૧/૦૮/૨૦૨૦ ના રોજ બપોરના ૩-૦૦ થી ૪-૦૦ કલાક દરમિયાન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાની તૈયારી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓએ વેબીનારમાં જોડાવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વેબીનારમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમા જઇને google meet ડાઉનલોડ કરીને આ લીંક ઓપન કરવાથી જોડાઇ શકાશે તેમજ તેની લીંક Google Meet: https://meet.google.com/rhg-zrud-vgr છે.

- text