અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે વિનામુલ્યે તાલીમવર્ગોનું આયોજન

- text


કડીયાકામ, ફોર્મવર્ક સુથારીકામ, બાર બેન્ડીંગ એન્ડ સ્ટીલ ફિકસીંગના ત્રણ મહિના માટેના તાલીમ વર્ગો યોજાશે

મોરબી : લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ, સરખેજ બાળવા રોડ, અમદાવાદ ખાતે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે કડીયાકામ, ફોર્મવર્ક સુથારીકામ, બાર બેન્ડીંગ એન્ડ સ્ટીલ ફિકસીંગના ૩ મહિના માટેના તાલીમ વર્ગો કંપની તરફથી વિનામૂલ્યે ચલાવવામાં આવે છે. જેમાં ઉંમર વય મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ અને ધોરણ ૫ થી ૧૦ શૈક્ષણિક લાયકાત ધરાવતા તાલીમ લેવા ઇચ્છુક અનસૂચિત જાતિના ઉમેદવારોએ ભાગ લઇ શકશે. આ તાલીમ વર્ગો અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટનું પૂરું સરનામું પ્લોટ નં.૧૪૪-૧૪૬, ચાચરાવાડી માતા મંદિર પાટીયા, સરખેજ બાળવા રોડ, અમદાવાદ ફોન નં. ૦૨૭૧૭-૬૫૦૧૭૪ પર સંપર્ક સાધવા નાયબ નિયામક અનુસૂચિત કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text