મોરબી જિલ્લામાં ગ્રામ્ય ક્ક્ષાએ ‘ગંદકી મુક્ત મારું ગામ’ થીમ હેઠળ વિવિધ કામગીરી કરાઇ

- text


‘ગંદકી મુકત ભારત’ અભિયાન અંતર્ગત વોલ પેન્ટિંગ, ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાઇ

મોરબી : ”ગંદકી મુકત ભારત” અભિયાનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ૫રના સકારત્મક વર્તનને પ્રોત્સાહન આ૫વા માટે મોરબી જિલ્લા વિકાસ અઘિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની દેખરેખ અને માર્ગર્શન હેઠળ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

- text

તા.૦૮/૦૮/૨૦૨૦ થી તા.૧૫/૦૮/૨૦૨૦ સુઘી જુદી-જુદી પ્રવૃતિ દ્વારા જન જાગૃતિ લાવવાના ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ વિવિધ ગામોના સરપંચ સાથે જિલ્લા વિકાસ અઘિકારી દ્વારા ઇ-રાત્રીસભા તેમજ એક વખત વ૫રાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકને એકત્રીત અને અલગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામોમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનને સાફ સફાઇ સાથે વ્હાઇટ વોશ કરવો તેમજ ઓડીએફ પ્લસના શિક્ષણ અને જાગૃતિ માટે “સ્વચ્છ ભારત એકેડેમી ” મોબાઈલ દ્વારા ગ્રામ્ય ક્ક્ષાએ જાહેર સ્થળો / દીવાલો પર વોલ પેન્ટિંગ, ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોકસાઈ અને સ્વચ્છતા જેવા વિષયોને આવરી લેવાયા છે.સ્વચ્છતા માટે જન આંદોલનનું વાતાવરણ ઊભું કરીને તમામ ગામોમાં કોવિડ -૧૯ હેઠળ જરૂરી સાવચેતી રાખવા સુનિશ્ચિત કરવા, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ, “ગંદકી મુક્ત મારું ગામ“ થીમ પર ગામની સામાન્ય સભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવાની કામગીરીનો સમાવેશ જેવી વિવિધ કામગીરીઓ આ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

- text