ટંકારા પર મેઘરાજા ઓળઘોળ, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

- text


વરસાદી પાણીની આવક થવાના કારણે ડેમી નદી છોલોછલ થઈ બે કાંઠે વહેવા લાગી

ટંકારા : આજે તા. 17ના રોજ ટંકારા પર મેઘરાજા ઓળઘોળ થયા છે. ટંકારામાં બે કલાકમા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. ટંકારામાં આ વર્ષે સિઝનનો કુલ 100%થી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાનની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે

ટંકારામાં આજે બપોર સુધી બે કલાકમાં 72 mm જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ટંકારાના ગામડાઓમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ ટંકારા શહેર અને અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

- text

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે નાના ખીજડીયા, મેધપર, ઝાલા, ઉમીયાનગર, ટંકારામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીની આવક થવાના કારણે ડેમી નદી છોલોછલ થઈ બે કાંઠે વહેવા લાગી છે. આથી, વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો જીવના જોખમે નદી પાર કરી ઘરે જઈ રહ્યા છે.

- text