મોરબીના આમરણમાં પતિએ પત્નીને છરી ઝીકી દીધી

- text


માવતર વિશે ખરાબ શબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો

મોરબી : મોરબીના આમરણ ગામે રહી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારમાં પતિ પત્નીના માવતર પક્ષ વિશે ખરાબ શબ્દ બોલતા પત્નીએ ખરાબ શબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અને હાલમાં મોરબી તાલુકાના આમરણ ગામે રહી કડીયા કામ કરી ગુજરાન ચલાવતા ભારતીબેન ભરતભાઇ સોલંકી ઉ.30 નામના મહિલાએ તેમના પતિ ભરતભાઇ બાબુભાઇ સોલંકી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિ તેણીના માવતર વિશે ખરાબ શબ્દ બોલતા હોય જેથી ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ જેમ ફાવે તેમ ગાળો આપી મૂંઢ માર મારી પેટના ભાગે છરી ઝીકી દેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text