મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા કલેક્ટરનો આદેશ

- text


અધિકારીઓએ મુખ્ય મથકમાં હાજર રહેવા અને હેડ કવાર્ટર ન છોડવા સૂચના

મોરબી : હવામાન ખાતા દ્વારા મોરબી જિલ્લામાં તા. 17 થી તા. 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. આથી, જિલ્લા કલેક્ટર દ્વારા તકેદારીના નીચે મુજબના તમામ પગલા લેવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવેલ છે.

1. દરેક તાલુકાના ભારે વરસાદની અસરથી પ્રભાવિત થનાર સંભવિત ગામોની યાદી તૈયાર રાખવી.

2. આ ગામોમાં સંભવિત અસરગ્રસ્ત થનાર વસ્તીની વિગતો નકકી કરી વસ્તીને આગમચેતીના ભાગરૂપે સ્થળાંતરીત કરવા માટે સુરક્ષિત આશ્રયસ્થાનો નકકી કરવા અને લોકોને અગાઉથી જ જરૂર જણાયે સુરક્ષિત રીતે ખસેડવાની કાર્યવાહી સંબંધિત મામલતદાર તેમજ તાલુકાના અધિકારીઓએ હાથ ધરવી.

3. આશ્રય સ્થળો તરીકે મોટા ભાગે સરકારી શાળાઓનો ઉપયોગ કરવાનો હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકોને શાળામાં હાજર રખાવવા, મધ્યાન્હ ભોજન યોજના ચાલુ રાખી સ્થળાંતરીત લોકોને ભોજન, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા જરૂરી વ્યવસ્થા કરવી. આ માટે સંબંધિત તાલુકાઓના લાયઝન અધિકારીઓ તથા પ્રાંત અધિકારીઓને તમામ સ્થળોની ચકાસણી કરી લેવી.

4. તમામ તાલુકાઓમાં બચાવ, રાહત અને મોજણી માટેની ટીમો બનાવવી.

5. કાર્યપાલક ઈજનેર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ને આશ્રયસ્થળો ઉપર વીજ પુરવઠો જળવાઈ રહે તે અંગેની તકેદારી રાખવા માટે જરૂરી ટીમો બનાવી મોનીટરીંગ કરવું.

- text

6. પાણી પુરવઠા વિભાગ તરફથી પાણીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે જરૂરી આયોજન કરવું.

7. રસ્તા ઉપરના ભયજનક હોડીંગ્સ કાર્યપાલક ઈજનેર, મામલતદાર અને મ.સ્ટેટ/પંચાયત અને ચીફ ઓફીસરઓએ દૂર કરવા.

8. તમામ અધિકારી/કર્મચારીઓને તેમના મુખ્ય મથક ખાતે હાજર રહેવુ તેમજ કલેક્ટર કચેરીની પરવાનગી સિવાય હેડ કવાર્ટર ન છોડવું.

9. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી/ગ્રામસેવકોને પોતાના સેજામાં હાજર રહેવું.

10. દરીયાકાંઠાના વિસ્તારમાં વસતા માછીમાર તથા મીઠાના અગરમાં કામ કરતા અગરીયાઓને જરૂર જણાયે સલામત સ્થળે ખસેડવા અને દરીયો ન ખેડવા સમજૂત કરવા.

11. દવાનો પુરતો જથ્થો મુખ્ય મથક સહિતના તાલુકા મથકોએ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવો અને આરોગ્યની ટીમો તૈયાર રાખવી.

12. જિલ્લાના લો લાઈન એરીયામાં સમાવિષ્ટ ગામોમાં આશ્રયસ્થાનોની ભૌતિક ચકાસણી કરી, પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવી.

13. જરૂર જણાયે આવા વિસ્તારમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનોને પરમીટ આપી અનાજનો જથ્થો કાર્ડધારકોને અગાઉથી મળી રહે તેનું આયોજન કરવું.

14. તાલુકાઓમાં કોઈ જાનહાનિ કે અન્ય કોઈ નુકશાનના બનાવો બને તો તે અંગેના તમામ આગોતરા પગલાં લેવાની જરૂરી કાર્યવાહી હાથ ધરવી. તેમજ આ બાબતને પ્રાથમિકતા આપી કલેક્ટર કચેરીની પરવાનગી સિવાય મુખ્ય મથક કોઈપણ સંજોગોમાં ન છોડવા સૂચના આપવામાં આવેલ છે. અને તાલુકાઓમાં કોઈ પણ બનાવ બને તો તે અંગેનો પ્રાથમિક અહેવાલ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીને તાત્કાલિક મોકલી આપવા આદેશ આપેલ છે.

- text