17 ઓગસ્ટ : સવારના 6 થી સાંજના 6 સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

 

ટંકારામાં 74 મીમી, માળીયામાં 10 મીમી, મોરબીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમધારે મેઘકૃપા વરસી રહી છે. જેમાં આજે સવારથી દિવસભર ધીમધારે વરસ્યો હતો. આજે સવારના 6 થી સાંજના 6 સુધીમાં ટંકારામાં 74 મીમી, માળીયામાં 10 મીમી, મોરબીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદમાં મેઘવીરામ રહ્યો હતો.

મોરબી જિલ્લામાં આજે સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસભર વચ્ચે વિરામ લેતા લેતા વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. જ્યારે આજે ટંકારામાં મેઘરાજાએ શ્રાવણ માસમાં પણ આષાઢી મોહોલ સર્જીને ધોધમાર મેઘકૃપા વરસાવી હતી અને 3 ઈચ જેવો વરસાદ ટંકારા પથકમાં પડ્યો હતો. ટંકારા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ઠેરઠેર પાણી નદીના વહેણની માફક ફરી વળ્યાં હતા.

જ્યારે જિલ્લાના અન્યત્ર વિસ્તારોમાં દિવસભર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે નોંધાયેલા વરસાદના સતાવાર આકડા મુજબ આજે સવારના 6 વગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન ટંકારામાં 74 મીમી, માળીયામાં 10 મીમી, મોરબીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ પંથક કોરોધાકોડ રહ્યો હતો. હાલ અત્યારે મેઘવીરામ છે.