શુક્રવાર(6.00pm) : મોરબીમાં એક સાથે કોરોનાના 10 કેસ નોંધાયા, કુલ કેસ થયા 213

સાંજે 6 વાગ્યા સુધી કોઈ કેસના નોંધાયા બાદ જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી એક સાથે 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે 6.00 વાગ્યે એક સાથે 10 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં જામનગર ખાતે સરકારી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 213 થઈ ગયો છે.

શુક્રવારે સાંજે 6 વાગ્યે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરમાં રહેતા(પૂરું સરનામું જાહેર થયેલ નથી) 69 વર્ષના પુરુષ, વજેપર-13માં રહેતા 36 વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ 2માં રહેતા 59 વર્ષના પુરુષ, તેમજ મોરબી શહેરની હર્ષવાટીકા સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરુષ તેમજ શકત શનાળા ગામે રહેતા 36 વર્ષના પુરુષ તથા લાતી પ્લોટમાં રહેતા 26 વર્ષના પુરુષ અને વાવડી રોડ પર રહેતા 69 વર્ષના પુરુષ તેમજ વજેપરમાં રહેતા 38 વર્ષના પુરુષ, મોરબીના શનાળા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા 82 વર્ષના વૃદ્ધ અને મોરબી શહેરની ઈદ મસ્જિદ પાસે રહેતા 45 વર્ષણક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આ તમામ લોકોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લઈ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આજના આ નવા 10 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 213 થઈ ગઈ છે.