વાંકાનેર શહેર, તાલુકા અને ટંકારા તાલુકા ભાજપના હોદેદારોની નિમણુંક કરાઈ

મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપની સૂચનાના અનુસંધાને મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મેઘજીભાઇ કણઝારીયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ દ્વારા સંકલન કરી સર્વ સંમતિથી વાંકાનેર તાલુકા ભાજ૫, વાંકાનેર શહેર ભાજપ તેમજ ટંકારા તાલુકા ભાજપના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે.

વાંકાનેર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ દિનેશભાઇ વ્યાસ, મહામંત્રી મેરુભાઈ સરસિયા, ગજેન્દ્રસિંહ રાઠોડ, ઉપપ્રમુખ કિરીટભાઈ સંઘવી, અમરસિંહ ઝાલા, ગૌતમભાઈ ખાંડેગા, વિરાજભાઈ મહેતા, ધર્મેશભાઈ ત્રિવેદી, મંત્રી હર્ષદભાઈ ગોહેલ, જગદીશભાઈ સોલંકી, જ્યંતીભાઈ કડીવાર, દક્ષાબેન રાઠોડ, ચારુબેન ત્રિવેદી, પુષ્પાબેન વાઢેર તથા ખજાનચી તરીકે હિરેનભાઈ શાહ અને કાર્યાલય મંત્રી તરીકે મુળજીભાઈ ગેડિયાની નિમણુંક કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વાઘજીભાઈ ડાંગરોચા, મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હીરાભાઈ બાંભવા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ગઢવી, મહાવીરસિંહ ઝાલા, ગૌરીબેન કુકાવા, ભગીરથસિંહ જાડેજા, સલીમભાઈ શેરસિયા, મંત્રી દેવતસિંહ ઝાલા, સવજીભાઈ અબાસણીયા, ઇન્દુબેન વાઢેર, રાણીબેન સારેસા, મધુબેન કુંણપરા, કૈલાસબેન પ્રજાપતિ અને ખજાનચી તરીકે કેશુભાઈ ભાલીયા તેમજ કાર્યાલય મંત્રી તરીકે મનહરસિંહ રાણાની નિમણુંક કરવામાં આવી છે.

ટંકારા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે કિરીટભાઈ અંદરપા, મહામંત્રી સંજયભાઈ ભાગીયા, રૂપસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિનેશભાઇ વાધરીયા, મહેશભાઈ લિખિયા, રસિકભાઈ દલસાણીયા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, લાલપરા નાનજીભાઈ, ગણેશભાઈ નમેરા, મંત્રી કૈલાશબેન જગોદરા, હંસાબેન સોલંકી, દક્ષાબેન પાટડીયા, કમલાબેન ચાવડા, ભાનુબેન ચાવડા, રતિલાલ કોટડીયા અને ખજાનચી તરીકે દિનેશભાઇ ગડારાની નિમણુંક કરવામાં આવી છે.