બુધવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 8 કેસ નોંધાયા અને એક દર્દીનું મૃત્યુ થયું

- text


8 કેસમાં મોરબીમાં 7 અને લજાઈમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 197

મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે સાંજ વધુ એક કેસ સાથે મોરબી જિલ્લામાં આજે કુલ 8 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 7 કેસ મોરબી શહેર અને એક કેસ ટંકારાના લજાઈમાં નોંધાયો હતો.

મોરબી આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરેલ વિગત મુજબ આજે કુલ 8 નવા કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરની પારેખ શેરીમાં રહેતા એક જ પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 49 વર્ષના માતા અને તેમના 26 વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે મોરબી શહેરના ભવાની ચોકમાં રહેતા 40 વર્ષના પુરુષ અને મોરબી શહેરના રવાપર રોડ પર વિવેકાનંદ હનુમાનજીની બાજુમાં, કુંજ ગલીમાં રહેતા 33 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મોરબી શહેરની વર્ધમાન સોસાયટીમાં રહેતા 52 વર્ષના મહિલા તેમજ મોરબી શહેરની સોમૈયા સોસાયટી, વાવડી રોડ ઉપર રહેતા 55 વર્ષના પુરુષનો તેમજ મોરબી શહેરના રવાપર રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા 74 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ ઉપરાંત ટંકારાના લજાઈ ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

- text

આમ મોરબી શહેરમાં સાત અને ટંકારા તાલુકામાં એક સહિત આજે આઠ કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 197 થઈ ગયા છે.

જ્યારે આજે મોરબી જિલ્લામાં એક પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. એટલે કે આજે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ઝીરો છે. જ્યારે આજે વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા કોરોનાદર્દી મુકુંદરાય તારાચંદ દોશી (ઉ.70)નું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુઆંક 12 થઈ ગયો છે.

- text