મોરબીના અગ્રણીઓએ પાટીદારધામની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબી : મોરબી ખાતે જી.પી.એસ.સી. આઈ.એ.એસ.ની પરીક્ષા માટેના વર્ગો ચલાવતું પાટીદાર ધામ આશાપુરા ટાવર, નવા બસ સ્ટેન્ડ સામે આવેલું છે. આ પાટીદારધામની શુભેચ્છા મુલાકાત રાઘવજીભાઈ ગડારા પ્રમુખશ અને હિરેનભાઈ પારેખ મહામંત્રી, જ્યોતિસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ કૈલા મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ બ્રિજેશભાઈ મેરજા પૂર્વ ધારાસભ્ય મોરબી માળિયાએ પાટીદારધામની પ્રવૃત્તિને બિરદાવી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે કિરીટભાઈ દેખાવડીયા,પ્રમુખ પાટીદારધામ નાનજીભાઈ મોરડીયા, ચમનલાલ કુંડારિયા, હર્ષદભાઈ વરસડા, મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ હાજર રહી સર્વે મહાનુભાવોને પાટીદારધામની ગરિમાની જાણકારી આપી હતી અને વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે શુભેચ્છા મુલાકાત લેવા બદલ ઋણ સ્વીકાર કર્યો હતો.