મોરબીના ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ

- text


જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી

મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો અસામાન્ય ઘસારો રહે છે. આથી, દરરોજ ટ્રાફિકજમની સમસ્યા સર્જાતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મોરબીના પીપળી-જેતપર રોડ ફોરલેન કરવાની માંગ કરવામાં આવી છે.

- text

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી કે મોરબીથી જેતપર વાયા પીપળી રોડ ઉપર અનેક સીરામીકના કારખાનાઓ હોવાથી આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે. તેમજ દરરોજ ભારે વાહનો તેમજ ટુ વહીલર તથા ફોર વહીલરની લાંબી કતારો લાગે છે. આ રોડ ઉપર કલાકો સુધીનો ટ્રાફિક જામ પણ રહેતો હોય આ રોડ ઉપર અકસ્માતનો ભય પણ રહે છે. આ રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની જવાથી સ્થાનિક ઉધોગકારો સહિતના લોકો ભારે પરેશાન છે. તેથી, મોરબી-જેતપર રોડ એ ઇન્ડસ્ટ્રીયલ રોડ હોવાથી આ રોડ ફોરલેન કરવો ખુબ જ જરૂરી છે. જેથી, આ રોડને ફોરલેન કરવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી.

- text