મોરબી : વિદેશી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

- text


આરોપી પાસેથી રૂ. 1,800નો વિદેશી દારૂ જપ્ત

મોરબી : મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂની બોટલો સાથે પકડાયો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,800નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ કરી છે.

- text

ગઈકાલે તા. 19ના રોજ મોરબીના સામાકાંઠે ફલોર હોમ્સ સોસાયટીની સામે મેઇન રોડ પરથી જાવેદભાઇ અબ્દુલભાઇ જુણેજા (ઉ.વ. ૨૮, રહે. મોરબી મહેન્દ્રપરા મેઇન રોડ) એ અસલમભાઇ હાજીભાઇ ખોડ પાસેથી ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૬ (કિ.રૂ.૧૮૦૦/-) વેચાણ કરવાના ઇરાદે ખરીદ કરી હતી. પોલીસે આરોપી જાવેદ પાસેથી વિદેશી દારૂની બોટલો તથા મોટર સાયકલ મળી કુલ મુદામાલ કી.રૂ. ૨૧,૮૦૦/- જપ્ત કર્યો છે. આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપી અસલમને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text